SmartlyLedger

દરેક સાઇટનો દરેક રૂપિયો, એક જ ચોપડામાં.

SmartlyLedger કોન્ટ્રાક્ટરો અને નાના વેપારીઓ માટે સરળ ચોપડો છે. દરેક પ્રોજેક્ટની આવક અને જાવક લખો, દરેક એન્ટ્રી સાથે બિલનો ફોટો રાખો, અને હંમેશાં જાણો કે બજેટમાં કેટલું બાકી છે.

ટૂંક સમયમાં Android અને iPhone પર. શરૂઆત મફત.

શિવમ રેસિડેન્સી, બ્લોક B બેલેન્સ
  1. ક્લાયન્ટ પાસેથી એડવાન્સ+₹2,00,000₹2,00,000
  2. સિમેન્ટ, 120 થેલી−₹46,800₹1,53,200
  3. મજૂરી, આ અઠવાડિયે−₹38,500₹1,14,700
  4. રેતી, 2 ટ્રક−₹24,000₹90,700
  5. JCB માટે ડીઝલ−₹6,200₹84,500
  6. બજેટમાં બાકી₹84,500
નેટવર્ક નથી. ફોનમાં સચવાયું.

સાઇટના પૈસાની રીત મુજબ બનાવેલું

એડવાન્સ આવે, સિમેન્ટ અને મજૂરીમાં જાય, બિલ ગાડીમાં પડ્યા રહે. SmartlyLedger બધું પ્રોજેક્ટ પ્રમાણે અલગ રાખે છે, જેથી કંઈ ભેગું ન થઈ જાય.

દરેક પ્રોજેક્ટનો અલગ ચોપડો

દરેક સાઇટ કે ક્લાયન્ટ માટે પ્રોજેક્ટ બનાવો, બજેટ નક્કી કરો, અને જુઓ કેટલું વપરાયું અને કેટલું બાકી છે. ચાલુ પ્રોજેક્ટ ઉપર પિન કરો, પૂરા થયેલા આર્કાઇવ કરો.

સેકન્ડોમાં આવક અને જાવક

‘આવક’ કે ‘જાવક’ દબાવો, રકમ લખો, શ્રેણી પસંદ કરો, સાચવો. પ્લમ્બિંગ કે ડીઝલ જેવી તમારી શ્રેણીઓ ઉમેરો. બેલેન્સ સાથે-સાથે બદલાતું રહે છે.

દરેક એન્ટ્રી સાથે બિલના ફોટા

બિલ કે રસીદના પાંચ સુધી ફોટા પાડો અને એન્ટ્રી સાથે રાખો. ગયા મહિનાનું બિલ હવે WhatsAppમાં શોધવું નહીં પડે.

ખબર રહે કેવી રીતે ચૂકવ્યું

દરેક એન્ટ્રી પર રોકડ, UPI, બેંક કે ચેક લખો, જેથી બેંક સ્ટેટમેન્ટ સાથે મેળ આખી સાંજ નહીં, થોડી મિનિટોમાં થઈ જાય.

ક્લાયન્ટ અને CA માટે રિપોર્ટ

કોઈ એક કે બધા પ્રોજેક્ટની PDF કે Excelમાં ખૂલે એવી CSV બનાવો, આ મહિના, ગયા મહિના કે તમે પસંદ કરેલી તારીખો માટે, અને ફોનથી જ મોકલો.

તમારી ભાષામાં

English · हिन्दी · ગુજરાતી, રકમ લાખ-કરોડમાં કે ઇન્ટરનેશનલ ફોર્મેટમાં.

તમારો ડેટા, ફક્ત તમારો

એપને PIN કે ફિંગરપ્રિન્ટથી લોક કરો. બેકઅપ ફક્ત તમારા એકાઉન્ટ સાથે જોડાયેલું છે, અને તમે ક્યારેય પણ તમારું એકાઉન્ટ અને બધો ડેટા ડિલીટ કરી શકો છો.

સાઇટ પર નેટવર્ક નથી? લખતા રહો.

આખો ચોપડો તમારા ફોનમાં રહે છે, એટલે બેઝમેન્ટ હોય કે નેટવર્ક વગરનું ગામ, એપ એવી જ ચાલે છે. ક્લાઉડ બેકઅપ આપમેળે પૂરું થઈ જાય છે.

  1. ગમે ત્યાં લખો

    દરેક એન્ટ્રી, ફોટો અને ફેરફાર ‘સાચવો’ દબાવતાં જ ફોનમાં સચવાઈ જાય છે.

  2. નેટવર્ક આવતાં જ બેકઅપ

    જેવું નેટવર્ક મળે, ફેરફારો ચુપચાપ અપલોડ થઈ જાય છે. કંઈ દબાવવું પડતું નથી.

  3. નવો ફોન, એ જ ચોપડો

    નવા ફોન પર તમારા મોબાઇલ નંબર કે ઇમેઇલથી સાઇન ઇન કરો, અને તમારા પ્રોજેક્ટ, એન્ટ્રી અને બિલના ફોટા પાછા આવી જાય છે.

તૈયારીમાં

ફોટો કે અવાજથી એન્ટ્રી

અમે એક AI Assistant બનાવી રહ્યા છીએ જે બિલના ફોટા કે નાની વોઇસ નોટમાંથી એન્ટ્રી બનાવી દેશે. તમે ચકાસો, સાચવો, બસ.

  • બિલનો ફોટો પાડો

    રકમ, વેપારી અને તારીખ વાંચી લે છે, અને પ્રોજેક્ટ તથા શ્રેણી સૂચવે છે.

  • બોલીને કહો

    “શિવમ સાઇટ પર ટાઇલ્સ માટે રમેશને 12,000 આપ્યા.” બાકીનું બધું એ ભરી દેશે.

  • તમારા પૈસા વિશે પૂછો

    “આ મહિને મજૂરી પર કેટલો ખર્ચ થયો?” જવાબ તમારા પોતાના ચોપડામાંથી.

શિવમ સાઇટ પર ટાઇલ્સ માટે રમેશને 12,000 આપ્યા, UPIથી
આ રહી એન્ટ્રી. સાચવીએ?
ટાઇલ્સ · રમેશ−₹12,000 શિવમ રેસિડેન્સી, બ્લોક B · સામાન · UPI · આજે

હિસાબ રાખવો મફત

ચોપડો મફત છે. AI Assistant એક વૈકલ્પિક પેઇડ પ્લાન હશે, અને પૈસા ચૂકવતાં પહેલાં તમે તેને એક અઠવાડિયું મફત અજમાવી શકશો.

મફત

₹0 તમારા ચોપડા માટે
  • અનલિમિટેડ પ્રોજેક્ટ અને એન્ટ્રી
  • બિલના ફોટા, ચુકવણીની રીત, તમારી શ્રેણીઓ
  • PDF અને CSV રિપોર્ટ
  • ઓફલાઇન ચાલે છે, ક્લાઉડ બેકઅપ સાથે
  • PIN કે ફિંગરપ્રિન્ટથી એપ લોક

AI Assistant

ટૂંક સમયમાં 7 દિવસ મફત ટ્રાયલ
  • બિલના ફોટામાંથી એન્ટ્રી
  • બોલીને એન્ટ્રી
  • તમારા ખર્ચ વિશે સવાલ પૂછો
  • શરૂ કરતાં પહેલાં કિંમત એપમાં દેખાશે

સૌથી પહેલાં વાપરનારામાં જોડાઓ

અમે Google Play અને App Store માટે તૈયારી કરી રહ્યા છીએ. તમારો ઇમેઇલ આપો, લોન્ચના દિવસે અમે ડાઉનલોડ લિંક મોકલીશું, કે ટેસ્ટ વર્ઝન અજમાવવાનું આમંત્રણ.

સૌથી પહેલાં મેળવો

લોન્ચના દિવસે અમે તમને ડાઉનલોડ લિંક ઇમેઇલ કરીશું.